મંદિરના રક્ષકોની ફરજો 
27
1 રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા. 
2 પહેલા મહિનાની ટૂકડીનો 24,000 માણસોના જૂથનો નાયક, ઝાબ્દીએલનો પુત્ર યાશોબઆમ હતો. 
3 તે પેરેસનો વંશજ હતો. દર વષેર્ પ્રથમ માસની જવાબદારી તેની હતી. 
4 બીજા મહિનાની ટૂકડીનો નાયક અહોહીના વંશનો દોદાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
5 ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
6 આ બનાયા 30 શૂરવીરોમાં મુખ્ય હતો. એનો પુત્ર અમીજાબાદ એની ટોળીનો હતો. 
7 ચોથા મહિનાની ટૂકડીનો નાયક યોઆબનો ભાઇ અસાહેલ હતો. એના પછી એનો પુત્ર ઝબાદ્યા એની જગ્યાએ આવ્યો હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
8 પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
9 છઠ્ઠા મહિનાની ટૂકડીનો નાયક તકાંઓનો ઇક્કેશનો પુત્ર ઇરા તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
10 સાતમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમના વંશજ પલોનનો હેલેસ હતો જેના હાથ નીચે 24,000 માણસો હતા. 
11 આઠમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહ સમૂહનો હુશાનો સિબ્બખાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
12 નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
13 દશમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહના વંશજ નટોફાનો માહરાય હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
14 અગિયારમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમ કુલસમૂહનો પિરઆથોનનો બનાયા હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
15 બારમા મહિનાની ટૂકડીનો નાયક ઓથ્નીએલનો વંશજ નટોફાનો હેલેદ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. 
કુલસમૂહોના આગેવાનો 
16 ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી: 
રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર; 
શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા; 
17 લેવીના કુલ પર કમુએલનો પુત્ર હશાબ્યા; 
હારુનના વંશજો પર સાદોક; 
18 યહૂદિયાના કુલ સમૂહ પર દાઉદ રાજાનો ભાઇ અર્લાહૂ; 
ઇસ્સાખારના કુલ સમૂહ પર મિખાયેલનો પુત્ર ઓમ્રી; 
19 ઝબુલોનના કુલ પર ઓબાદ્યાનો પુત્ર યિશ્માયા; 
નફતાલીના કુલ પર આઝીએલનો પુત્ર યરેમોથ; 
20 એફ્રાઇમના કુલ પર અઝાઝયાનો પુત્ર હોશિયા; 
મનાશ્શાના અર્ધકુલ પર પદાયાનો પુત્ર યોએલ, 
21 ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો; 
બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ; 
22 દાનના કુલસમૂહ પર યરોહામનો પુત્ર અઝારએલ. 
તેઓ ઇસ્રાએલનાં કુલોના અધિકારીઓ હતા 
વસ્તી ગણતરી કરતો દાઉદ 
23 દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષથી નીચેનાની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણકે યહોવાએ ઇસ્રાએલીઓની સંખ્યા આકાશના તારા જેટલા અગણિત બનાવવાનું વચન આપ્યું હતું. 
24 સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા 
રાજાના અમલદારો 
25 અદીયેલનો પુત્ર અઝમાવેથ રાજાનો કોઠાર સંભાળતો હતો. 
ઉઝિઝયાનો પુત્ર યોનાથાન જિલ્લાનાં નગરોના, ગામડાંના અને કિલ્લાઓના ભંડાર સંભાળતો હતો. 
26 કલૂબનો પુત્ર એઝીર્, જેઓ ખેતરમાં કામ કરતાં હતા તેની પર દેખરેખ રાખતો હતો; 
27 રામાથી શિમઇ દ્રાક્ષારસની વાડીઓ પર દેખરેખ રાખતો હતો; 
શેફમનો ઝબ્દી દ્રાક્ષારસના ભંડાર પર દેખરેખ રાખતો હતો; 
28 ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો; 
યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો; 
29 શારોનનો શિટાય શારોનના મેદાનમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો; 
શાફાટ તે અદલાયનો પુત્ર હતો, ને ખીણોમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો, 
30 ઇશ્માએલી ઓબીલ ઊંટોની સંભાળ રાખતો હતો. 
મેરોનોથી યેહદયા ગધેડાંની સંભાળ રાખતો હતો; 
31 હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો. 
આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા. 
32 દાઉદના કાકા યોનાથાન નિપુણ સલાહકાર અને એક લહિયો હતો. હાખ્મોનીના પુત્ર યહીયેલ રાજાના પુત્રોની સાથે હતો. 
33 અહીથોફેલ રાજાનો સલાહકાર હતો; અને હૂશાય આકીર્ રાજાનો મિત્ર હતો. 
34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો